Latest Event Updates

“હ્રદય”

Posted on Updated on

હજુ પણ નામ મારુ છેકી શકતા નથી

ઉખેડી એક વ્રુક્ષ દુર ફેંકી શકતા નથી

ભીનાશથી થરથરે છે આંખો હજુ, પણ

લાગણીથી હવે હ્રદય પણ…
શેકી શકતા નથી..

મનીષા અરવિંદ દરજી

“અમી મનની અટારીએ”

Posted on Updated on

આકાશ આખું દેખાય છે બારીએથી

દરિયો, આ છલકાય છે બારિયેથી

હું ધરતી પર રહી શોધું છું ચહેરાઓ

શાને આયના તરડાય છે બારીએથી…

મનીષા..

“વિદ્યા કે વેપાર ?”

Posted on

થોડાક વરસો પહેલા ભણતરની કોઇ ખાસ કિમ્મત ન હતી  થોડુ ભણી લીધુ બસ થઇ ગયુ. નાના ગામડાઓ મા તો મેટ્રીક પાસ થયા એટલે ભયો ભયો . મોટા શહેરોમા જ લોકો મોટી ડીગ્રી વિશે વિચારતા . ગામડાઓમા કોઇક ૧ યા ૨% લોકો જ વધારે ભણતા .અને જે ભણ્યો હોય એની ગામમા શાખ બહુ . એને પુછીને જ બધા કઇ કામ કરે. ભણતર બાબતે હોય કે પછી ઓફિસ ,કોઈ કોર્ટ કચેરીનાં કઈ પણ કામ હોય તો પણ…

આજના યુગમાં ભણતર નથી તો કઈ નથી ડીગ્રી તો હોવી જ જોઇએ . મોટા શહેરોમા તો ગ્રેજ્યુએટ થયા હોય એને પણ વેલ્યુ વગર નુ માને છે. કઇક અલગ થી ડીગ્રી તો હોવિ જ જોઇએ . ઘણા લોકો તો ૨-3 ડીગ્રીઓ પણ મેળવે છે.

હજી છોકરુ માડ ચાલતા શિખ્યુ હોય ત્યા તો એને” પ્લે ગ્રુપ” મા મુકી દેવાય . એને ખુલ્લા મને રમવાની છુટ જ નથી હોતી . અમુક લોકો તો જાતે કરી ને છોકરાઓ પર જુલમ કરતા હોય છે. ડ્રોઇન્ગ ક્લાસ, સ્વિમિન્ગ ક્લાસ , કેટ કેટલા ક્લાસો કરાવતા હોય છે..અને  .” પ્લે ગ્રુપ “ તો ઠેર ઠેર જોવા મળે તમને . અને એની તગડી ફી સાભળીએ તો મો મા આગળા નાખી જવાય કે આટલા પૈસા મા તો આપડે ગ્રેજ્યુએટ થઈ જતા ને આ હજી  શરુઆતમા જ આટલા બધા?  અમુક વર્ગ એવો પણ છે જ્યા મમ્મીઓ ઓછુ ભનેલી હોય તો છોકરાઓ ને ભણાવતા તકલીફ પડે. ને સ્વભાવિક છે કે જમાના પ્રમાણે એજ્યુકેશન પોતાના બાળક ને આપીએ એ દરેક મા-બાપની ઈચ્છા હોય ને હોવિ જ જોઇએ . પોતે જે નથી શીખ્યા એ બાળકો ને શિખવડીએ  . પણ સવાલ ત્યા થાય કે મમ્મીને ના આવડે તો નર્સરી થી જ ટ્યુશન ચાલુ કરવા પડે.એટલે બાળક ને ટ્યુશન થી જ ભણવુ એ આદત બચપનથી જ પડી જતી હોય છે . પણ હા એટલુ જરુર કહીશ કે અગર મમ્મી ચાહે તો એ પણ પોતન બાળક સાથે સાથે  A,B,C,D,  થી જ ભણણવાનુ ચાલુ કરી દે તો કદાચ બાળક જેટલુ તો નહિ કમ્સેકમ એના તરફ ધ્યાન તો દઈ શકે એટલુ તો શીખી જ જાય..

ઘણી સ્કુલો તો એવી પણ છે કે જ્યા ફર્જિયાત ટ્યુશન હોય છે. સ્કુલ ટ્યુશન જ હોય.. જે બાળક ટ્યુશનમા ના આવતુ હોય એને જાણી જોઇને ઓછા માર્ક્સ આપવાના ને જે આવતુ હોય એને વધારે કારણ ત્યા પોતાનુ નામ થતુ હોય..       કે..

“ મારા હાથે ભણે છે એટલે હોશિંયાર છે “

આવા શિક્ષકોની વિચારધારાથી કદાચ અભ્યાસ તંત્ર ને થોડો ગેરફાયદો થાય .હોશિયાર વિધાર્થી એટલે ઓછા માર્કસ લાવે કે એ જાતે ભણે છે. ટ્યુશન નથી લેતો .

અમુક સ્કુલોમાં ૮,૯ ધોરણમાં ફરજીયાત ટ્યુશન હોય છે. પાછુ મગજમાં એવું થસાવવામાં આવે કે ૧૦ માં ધોરણનો પાયો બનાવવા માટે.

S.S.C. પાસ થયા પછી ગુજરાતમાં તો સ્કુલ જ હોય છે. એટલે સારુ છે બાકી બીજે બધે તો ૧૧ મા થી કોલેજ હોય , કોલેજમાં એડમીશન લેવા ખાતર વિધાર્થી અને વાલીઓ બન્ન એ જે હેરાન થાય છે . એ કદાચ કોઈ વિચારી ના શકે . શાળા કોલેજો ના પ્રીન્સીપાલો , સિક્ષકો કે પછી ટ્રસ્ટીઓ વાલીઓ ની વેદના નહી સમજતા હોય ???

આ  સવાલ મને તો હંમેશા મગજમાં આવે એમાંય એડ્મીશન માટે કેટકેટલા ડોનેશન માંગે .  ખુલ્લા મોઢે એ પણ. મોટા શહેરોમાં તો હવે કોલેજોમાં એડમીશન અપાવવા માટે રીતસરના દલાલો ઊભા થયા છે.

એડમીશનના ટાઈમમાં કોલેજોની બહાર જ ફરતા હોય.. જેમ થીયેટરની બહાર બ્લેક્ની ટીકીટ વાળા ઊભા હોય એવુ જ લાગે એ માહોલ.

“ તો શુ એજ્યુકેશન ,,, વિધ્યા પણ તમે આમ વેચી વેચી ને આપો છો…?”

કોલેજો નહિ નર્સરીમાં એડ્મીશન લેવા માટે લાખો રુપીયા અપાતા સંભળાય છે હવે તો

“ તો શુ તમારી સ્કુલમાં ભણવા માટે જગ્યા પૈસાથી જ બને છે…? “

તમે અગર વિધ્યા ને વહેચવવાના ઈરાદે સ્કુલ ઉભી કરી હોય તો પછી આવું બધુ આવે ક્યાં…?

આ તો સરસ્વતી દેવીને પામવા લક્ષ્મીજી ખર્ચો તો મળે..

આ બધુ અટકશે કે વધશે એ કહેવું બહુ મુશ્કેલ છે. કારન માનવી જ લાલચી થતો જાય છે , એને પૈસાની જ પડી છે ,  ના કોઇના જીવનની કે ના કોઈને મળતી વિધ્યા ની….

“પૈસો મારો પર્મેશ્વર ને હું પૈસા નો દાસ નથી પડી વિધ્યાની કે નથી શિક્ષણ ની ખાસ…..”

આદર્શ ગામ.

Posted on Updated on

એક ગામ જયાં શહેરના સુખી લોકો જોવા આવતા. ગામમાંથી બધા ખુબ આનંદિત થઈને જ પાછા ફરતા . ગામની એવી શું ખુબી છે કે લોકોને આનંદ થતો..? શહેરીજનોને પુછતા તો એમનો જવાબ… એ હોય કે….. ગામનો વિકાસ ; વ્યવસ્થા ; સ્વચ્છતા ;એકબીજા પ્રત્યે સદ્ ભાવના જોવા મળતા ખુશીનું વાતાવરણ હતુ..

એ સુદંરપુર નામે ગામ . જેમાં વિવિધ જાતીના લોકો રહેતા હતા . ધંધા-પાણી કરી પોતાનુ ગુજરાન ચલાવતાં . આખા ગામમાં અબાલવ્રુધ્ધ એકબીજાની સાર સંભાળ લેતા રહેતા . ગામમાં ના તો જાતિભેદ ; ના તો ભાષાવાદની આભડછેટ હતી . શિક્ષિત યુવાન –યુવતીઓ  નિરક્ષર વડીલો પ્રત્યે આદરથી વર્તન કરતા . રહેણી કરણી જ ગામની પરખ થઈ જતી . ગામ પ્રત્યેની વફાદારી દરેકના દિલમાં ઠુસી ઠુસીને ભરેલી હતી.

ગામના વડીલો નેત્રુત્વ કરતા પણ બધાને ન્યાય મળે તેવો વહીવટ કરતા .  ગામ્ની સ્વચ્છતા ગ્રામસમુહ  સફાઈથી શરુ થતી . દરેક પરિવાર પોતાના ઘરને સાફ કરી શેરીમા આવી સફાઈ કરી આનંદ અનુભવતુ . જેનાથી ફલિત થાય કે ગ્રામસફાઈ પણ રાષ્ર્ટીય કાર્યની પાયાની વાત શીખવે છે. જે ગામ “સ્વચ્છ” તે ગામના લોકો “સ્વસ્થ” જ હોય. . ગામના લોકો જાગ્રુત હોવાથી ગામમાં વ્યસનને ઘૂસવા જ દીઘુ ન હતુ . જે માટે નિયમ હતા કે જે કોઈ પરિવારનો સભ્ય શરાબ સેવન કરે તેને દંડ રુપે ગ્રામજનો એ પરિવારનો બહિસ્કાર કરે. ગ્રામજનો આ નિયમનુ પાલન કરતા જરાએ અચકાતા નહી .  વ્યસન મુક્તિથી લોકો તંદુરસ્ત રહેતા હતા . જેથી બીજા લોકો પણ આ વાતની ચર્ચા પોતાના ગામમાં કરતા . વડીલો સૌને સતર્ક કરતા કે આપને આપણી દીકરીઓ શરાબી પરિવારમાં આપવી નહી એવો સંકલ્પ કરો .

વ્યસન હોય ત્યાં ઝ્ઘડા ;ટંટા ; ફિસાદને સ્થાન હોય છે . માટે  વ્યસન મુક્ત પરિવાર જ સૌને ગમે . પણ એવું આખેઆખું ગામ જો હોય તો તો સોનામાં સુગંધ ભરવા સમાન ગણાય .

ગામ ખુબ રડીયામણું હતું કારણ બાળકો ; યુવાનો ; બહેનો ; ઘરડાઓ સૌ સાથે મળીને વર્ષાઋતુમાં જાહેર જગ્યાઓ પર ; શાળાઓમાં  વ્રુક્ષારોપણ કરવાનું કોઈ ભુલતું નહી . વિવિધ પ્રકારની વનસ્પતિ ઔષધિમાં પણ કામ આવતી ; ફળાઉ ઝાડ્ના પોષણ કરવાની ક્ષમતા પણ એ લોકો ધરાવતાં હતા .

સાત્વિક પાકનું ઉત્પાદન કરી સમાજની સ્વાસ્થ્ય નુ પણ ધ્યાન રાખતા . ને જેનાથી ધરતીમાતાનું સત્વ પણ જળવાઈ રહે .ગામલોકો ગામ માટે જ જીવે… ફક્ત પોતાના ઘર માટે નહી

આ ગામથી પ્રભાવીત શહેરીજનો અહીયાં મુલાકાત લેવા  આવતા એમાં આજ ગામનો નિરજ શહેરમાં ભણવા ગયેલો એના કોલેજના સાથીદારો ગામની મુલાકાતે આવ્યા . એ લોકોની ગામમાં બહુ આગતા સ્વગતા થતી જોઈ ખુબ પ્રભાવીત હતા. પણ મુળ રહ્યા તો શહેરના જ ને..!!!  એ લોકોને મન તો આ પિકનિક હતી . કે જ્યા ફરવાનું ; ખાવાનું ; પિવાનું ને જલ્સા કરવાના બસ.. ગ્રામનુ કલ્ચર જોઈ પ્રભાવીત તો હતા જ ; પણ એ નામ પુરતા . રાત પડી બધાને મસ્તી સુજી કે ચલો પીવાની પાર્ટી કરીએ !! ગામમાં શોધવા નિક્ળ્યા નિરજને જાણ ના થાય એમ . પણ ક્યાય મેળ પડ્યો નહી . એક ભાઈ એ કહ્યુ

“ઓયે ભાઈ આ ગામમાં ક્યાંય નહી મળે તમને આ બધાએ એકબિજાને ઇશારાથી જ કહી દીધુ કે “પુછી લો ક્યાં મળશે એમ” ગ્રુપમાં રહેલા કનક એ પુછી લિધું “તો ક્યા મળશે?” ઓલા ભાઈ ખચકાયા;;; છોકરાઓ ના ખુબ દબાણથી કહ્યું “ગામમાં એક ઘર છે ત્યાં મળશે પણ તમે કોઈને ના કહો તો કહુ.. ને તમે કોના ઘરે મહેમાન છો.?”

“નિરજના ઘરે”

“કોણ ધનાકાકાનો ?”

“એના પાપાનું નામ ધનજીભાઈ છે”  “ હા એ જ એમને અમે ધનાકાકા કહિએ ..”

“હારુ ત્યારે મારું નોમ લેતા નઈ પાસા.”

“હા કાકા નહી લઈએ”

ઓલા અજણ્યા ભાઇ એ ઘર બતાવ્યુ બધાએ મહેફિલ કરીને આવ્યા ઘરે નિરજએ તો ભોળાભાવે પુછ્યું

“કેવુ લાગ્યું મારુ ગામ..?”

બધા એ “સરસ” એમ ટુંકો જવાબ આપી જમવાનું સુચન મળતા બેસી ગયા . ધનાકાકા ભરમી ગયા હતા , પણ ગમ ખાઈ ગયા.

ધનાકાકા આવું એમ કહી બાર ગયા . બધા આરામથી બેસી વાતો કરતા હતા ત્યાં જ બહારથી કઈંક જોરથી કોઈએ બુમો પાડતુ હોય એવો અવાજ આવ્યો..  અરે બધા અચંબામાં પડી ગયાં… જોવે તો ધનાકાકા બુમો પાડતા હતા. લથડીયા ખાતા હતા ને બક્વાસ કરતા હતા.

“અલ્યા એય છોકરાઓ બાર આવો હાલો”

બધા બાર જઈને જોયું તો શું.? કાકા તો થાંભલા પર લટકી રહ્યા હતાં. બધા અચંબામાં પડી ગયાં  આ શું થયું વળી આમને.? હજી બધા કઈ બોલે પુછે ત્યાં જ સામે પોલિસની જીપનું સાઈરન વાગ્યું.

ને જોતજોતામાં ધમાકાકા ને પોલિસે લોકઅપમાં બેસાડી દીધા. ને કનક અને એના મિત્રો ફટાફટ ગાડી લઈને પોલિસ ચોકી જવા નિકળ્યા.

“આપણે પણ કાયદો જાણીએ છીએ એ વળી શેના પકડી જાય?”

ત્યાં પહોચી જોયું તો , ગામના લગભગ મોટા મોટા લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા. ને ગુસ્સામાં દેખાતા હતા.. ઇનસ્પેક્ટરે.. બધાને શાંત રહેવા કહ્યું તો .. મણાકાકા બોલ્યા જોરથી કે

” વ્યસનમુક્તી વાળું ગામ બનાવવામાં ધનાકાકાનો જ વધારે ફાળો હતો ને આજે એજ આમ નશો કરીને બેઠા છે. તો આવું થોડી ચાલવા દઈશું અમે…? એ જ નશો કરવા વાળાને સજા ફરમાવતા હોય છે. તો એમને પણ તો સજા મલવી જ જોઈએ ને ?”

આ સાંભળી કનક તો ખુબ ગુસ્સે ભરાયો.. ને એને ગુસ્સે જોઈને એના મિત્રો પણ બોલવા લાગ્યા.  કનક્ના મિત્રોને બોલતા સાંભળ્યા પછી લોકોને ભાળ થઈ કે નશો તો આ લોકો એ પણ કર્યો છે.. તો ગામલોકો તો સીધા ત્રાડુક્યા .  “આ શું છે ધનાકાકા આ છોકરાઓ પણ…?”

લોકમહેમાણમાં ગસપસ ચાલતી હતી એ આ છોકરાઓનાં કાને પડી ..

“ આવું તે હોય વળી ? આ ધનાકાકા તો આગેવાન થઈ ને ફરતા હતા કોઈ નાનો અમસ્તો માવો મસાલો પણ ખાય તો જાણે મોટો ગુન્હો કર્યો હોય સજાઓ ફટકારતા હતાને આજે પોતે શું કર્યું છે.. “

“મોટા ઉપાડે છોકરાને શહેર ભણવા મોકલ્યો હતો જોવો  કેવું સીખીને આવ્યો છોકરો.”

આવી કેટકેટલીએ વાતો એમના કાને પડતી હતી ….

ત્યાં તો લોકોનો જોર જોરથી અવાજ આવવા લાગ્યો અંદરથી તો બધા જોવા ગયા.. જોયું તો બધા ધનાકાકાને બોલતા હતા કે

“તમને ડબલ સજા મળશે કારણ તમે તો કર્યું કંઈ ઉપરથી આ છોકરાઓ એ પણ!!!!”

“ એ છોકરાઓને કંઇ બોલશો નહી એ તો ના પાડતા હતા મે જબરજસ્તી નશો કરાવ્યો છે.”

આ સાંભળી કનકના મિત્રો તો બેબાકડા જ થઈ ગયા કે

“કાકાએ વળી ક્યારે પિવડવ્યો શરાબ . તે આવું બોલે છે..?”

ગામલોકો આ બધાને મોટી સજા ફટકારવાના મુડમાં જ હતા.. ને ધનાકાકા  સામે દલીલો કરતા ગયા  છોકરાઓને બચાવવાની…

આ બધું દ્ર્શ્ય કનકના મિત્રોની સમજ બહારનું હતું . અંતે નક્કી થયું કે ધનાકાકાના ઘરનાને ગામનું કોઈ બોલાવશે નહી ને આ છોકરાઓ એ ગામ છોડી હમણાં જ નીકળી જવું. ને ક્યારેય પાછા આવવું નહી.. પણ આ બધામાં કનક હજી પણ મુંજવણમાં જ હતો કે “મારા બાપુજી આવું કરે જ નહી ને શા માટે આવું કર્યું હશે..?” આ બાજુ એના મિત્રોને પણ અંદરથી ખરાબ લાગી રહ્યું હતું કે અમારા લીધે આ કનકના ઘરનાઓને આ સજા મળી હતી..એમાં એક મિત્ર હજી બોલ્યો.

.” કે આપડા લીધે શું વળી એમણે નશો કર્યો જ છે ને..”

એની વાતમાં દમ લાગ્યો બધાને.. કે

“આપડે બહું મુંજાવાની જરુર નથી એમના કર્મોની સજા છે આ તો…”

આ વાત ધનાકાકાનો એક મિત્ર સાંભળી ગયો તો એના દિમાગનો પારો ઉપર ચડી ગયો.. કે

‘સાલાઓ તમે શહેરી લોકો ક્યારેય નહી સુધરો.. ને બિજાના દુઃખમા સહભાગી થવાનું તમારા સંસ્કારોમાં જ નથી હોતુ.”

એ પછી એ રાડો પાડી પાડીને બોલવા લાગ્યો કે

“ જો ધના તુ  જે છોકરાઓ ને બચાવવા માટે.. આ નશા કરવાના નાટક કરીને એમને બચાવવા બેઠો છે ને એમને મન તો હજી તું જ ગુન્હેગાર છે તને એમ કે ગામ લોકોને ખબર પડશે તો તારા છોકરાના પર આવશે બધું એમ સમજી પોતે જ ખોટા નાટક કરી સજા લીધી પણ જો એ લોકોની બકવાસ સાંભળ જરા”

આ સાંભળી કનકના જીવમાં જીવ આવ્યો કે હાશ બાપુજી એ નશો તો નથી કર્યો… પણ આ શું ચાલી રહ્યું છે એ જાણવા આગળ ગયો..

“ બાપુજી આ બધું શું છે..? ત્યારે એમણે બધું સાચી હકીકત જણાવી..

“ મને પહેલેથી જ જાણ હતી કે આ લોકો નશો કરીને આવ્યા છે એટલે મે ઇન્સપેક્ટરને વિશ્વાસમાં લઈ નાટક કર્યું . આમ જ એ લોકોને સજા કહેવામાં આવત તો સમજાત નહી. ગામના ગણા લોકો સાથે હતા મારી…

આ બધું કનકનાં મિત્રો ને સમજાતા… પોતાની જાત પર શરમ આવવા લાગી,, ને માની ગયા કે સાચ્ચેમાં આ એક આદર્શ ગામ છે. ને બધા એ ગામ લોકોની સામે એક પ્રતીજ્ઞા લીધી કે

“અમે બધા ભણીને અહિયાં જ આવીને અમારો બિઝનેસ ચાલું કરશું.. આ ગામનો વિકાસ કરશું. શહેરી લોકોને અમે અહિયાં આવવા જણાવશું આ ગામની ખાસીયત કહેશું.”

ને બધા મિત્રો એ ગામમાંથી પોતાની પ્રતીજ્ઞા સાથે વિદાય લીધી…

ને લોકો બધા રોજની જેમ પાછા હસતા ખેલતા… કામે લાગી ગયા…

લેખકઃ મનીષા અરવિંદ દરજી

મૌસમ.

Posted on

‘ક’ મૌસમનો ભલે વરસાદ આયો.

સાથે માઝમ સાથ લાયો…

ઉઠે હૈયામાં હેલી પ્રેમની.

ભીનો ભીનો જ્યારે અહેસાસ લાયો….

મોજાથી ઘુંઘવાતો દરિયો.

જાણે પ્રેમથી ભેટવા, ચુમવા આયો…

મનિષા અરવિંદ દરજી..

દરિયો

Posted on Updated on

થોડું લખતા બહું વાર લાગે છે હવે

આ હ્ર્દય ખોલતા વાર લાગે છે હવે..

કહી દે શું છે હ્ર્દયમાં તારા હવે.

વળશે ના કશું અભિનયમાં હવે…

આંસુને વહી જવા દે હવે.

દરિયાને પણ સમજાય કે

એ એકલો નથી ખારો હવે….

એકલો એકલો ઘુંઘવાતો

ને મોટો થઈ ફરતો દરિયો

ઓટ આવે પેટાળમાં સમાઈ જાય હવે……

મનીષા અરવિંદ દરજી…

પ્રેમ

Posted on

મારી આંખે મંડાય તારી આંખે દેખાય એ પ્રેમ .

મારા હોઠે મંડાય તારી જીભે બોલાય એ પ્રેમ .

મારા હદયે મંડાય ધડકન તને થાય એ પ્રેમ.

આંખ મારી મંડાય સપના તને દેખાય એ પ્રેમ.