સ્ત્રી

Posted on Updated on

સ્ત્રી પુરુષ એ એકબીજાના પુરક છે એવું ચારે બાજુથી સંભળાતું હોય છે. ને કહેવાય છે કે સ્ત્રી માટે પુરુષ છત્ર છે જ્યારે પુરુષ સ્ત્રી વગર અધુરો છે.અને એ નાતે આજે સ્ત્રીને પુરુષ સમોવડી કહેવામાં કઈ અજુગતું પણ નથી લાગતું કેમ કે, સ્ત્રીઓ એ દરેક સ્ટેજ પર પોતાની જાતને આજે મજબૂત સાબિત કરી દેખાડી જ છે. છતાં પણ હજુ દુર છેવાડે અને મેટ્રો જેવી મોટી સીટીમાં પણ ક્યારેક બાપડી કે પછી અબળાના સ્થાને મુકવામાં આવતી દેખાય છે. અને સ્ત્રીને બાપડી કે અબળા  કહેવા કે ગણાવતા લોકો કરતા  ક્યારેક સ્ત્રી પોતે જ  જવાબદાર હોય છે આ માળખામાં ફીટ બેસવા માટે. કેમ કે,

આવી પરિસ્થિતિમાં પોતાની જાતને મુકવામાં એ પોતે જ  ગણી બાંધ છોડ કરતી હોય છે ને ડગલે ને પગલે ઘરની માન મર્યાદા જાળવવા, પોતાના માતા-પિતાની આબરુ રાખવા પતિનો અને સાસરીયાનો માનસિક,  શારીરિક અત્યાચાર સહન કરીને પણ જે કરવું પડે એ એક ઘરના માટે તમામ વસ્તુ ન્યોચ્છાવર કરતી હોય છે પણ, અંતે થાય છે શું ?? ઘરની કે પતિનો મોભો જાળવવાની કે પછી મા-બાપની આબરુ સાચવવાની વાતને લઈને ચુપ બેઠેલી સ્ત્રીને કમજોર  ગણી એનો ગેરફાયદો ઉઠાવાય છે.

આનાથી વિપરીત અમુક જગ્યાએ ઘણી સ્ત્રીઓ પોતાના પગ પર સ્વમાનભેર ઉભી હોય છે, ને કોઈક તો પોતાના પતિ કરતા પણ વધારે કમાતી હોય છે તે છતાં એ પોતાના પતિ કે એના ઘરના લોકોનો ત્રાસ સહન કરી દુખ વેઠી બધુ સહન કરે છે છતાં ક્યારેય પોતાના પતિને એ વાતનો અણસાર સુદ્ધા નથી આવવા દેતી કે હુ તમારા કરતા વધારે કમાઉ છુ, અને હોશિયાર છુ.  કેમ કે એને પોતે એક સ્ત્રી છે એ અને એની શું મર્યાદા છે તેની સભાનતા પુરે પુરી હોય છે. ને સ્ત્રીની આ વાત જ પુરુષથી જુદી માટીની  બનેલી  છે એ પુરવાર  કરતી હોય છે.

આ થઈ એક સબળા હોવા છતાં અબળા બની ફરતી સ્ત્રીઓની વાત. પણ અબળા સ્ત્રીને જ વધારે સતાવવામાં આવે છે. બધી માન મર્યાદા જાળવ્યા પછી પણ પીસાવાનુ  સ્ત્રીને જ હોય તો એને એના કરેલા સર્મપણોને લઈને પસ્તાવા થતા હોય એ સ્વાભાવિક છે. તો એને ઉદ્ધત ન બનવું પણ અબળા બનીને પણ ના જીવવું..

હવે એવા પ્રકરની સ્ત્રીઓની વાત કરીએ  જે પોતાના દુખડા બીજા સામે રડીને લોકોની સહાનુભુતી લેવા માટે ટેવાયેલી હોય. પોતાના ઘરના, પતિના, બાળકોના, ઓફિસના કે કોઈ પણ તકલીફ જ બીજા સામે રજુ કર્યા કરે. લોકોની સહાનુભુતી લેવા જતા  હજારો રુમાલ તમારી આંખના આંસુ લુછવા તૈયાર હોય જ છે પણ અંતે શું ??? તમારી કોઇ ઉણપ કે કમજોરી જો લોકોને ખબર પડે તો એની શું કિમંત ચુકવવી પડે એની સભાનતા એને હોય છે???  કેમ કે લોકો લાચાર ગણી દયા કરતા હોવાનો  ડોળ તો કરશે પણ એમાં પોતાનો સ્વાર્થ  સિદ્ધ કરી જશે. આ વાતની ખબર એને ચોક્કસ હોવી જોઈએ. એટલે જ દુનિયા સમક્ષ પોતાની જાતને એક અડગ ચટ્ટાનની જેમ પેશ કરો. એટલી મજબુત કે કોઈ ગેરફાયદો ના લઈ જઈ શકે. એટલી ખુમારી રાખવી….!!!!  આપડો પરિવાર જ જે તે સમયે સાથ આપશે. તો એ પરિવારને વખોડવાની વ્રુતી ના રાખો.. પરિવારને ગમે તેવી પરિસ્થિતિમાંથી બહાર કાઢવાની હિમંત એક સ્ત્રીમાં જ હોય છે.

પુરુષ પણ પોતાની પત્નીમાં સ્ત્રીત્વથી ભરપુર, પ્રેમ, લાગણી વાળી, અને ઘરના લોકો પ્રત્યે સેવાભાવ, કાળજી રાખવાની ભાવના   આ બધી સમર્પણ ભાવના વાળી સ્ત્રીને જ ખુબ પસંદ કરતો હોય છે. ભલે એ સ્ત્રી પોતાના ધંધાના અર્થે કોઈ પણ મોટી પોસ્ટ પર કેમ ના હોય પણ,  સંસારમાં આ પ્રક્રુતિની સ્ત્રીની જ વાહવાહી થાય છે. જ્યારે ઘરના કોઈ પણ વ્યવ્હાર સાચવવાની વાત આવે ત્યારે સ્ત્રીનો હોદ્દો નહી સ્ત્રીનું સ્ત્રીત્વ જ જોવામાં આવતું હોય છે. અને આવા તો કેટકેટલા સોપાનો પાર કરી પોતાની દ્ર્ડ ઈચ્છાશક્તિથી સહન કરતા કરતા  પણ જીવનમાં એક દિકરીથી શરુ થઈ પત્ની, વહુ, મા, સાસુ, દાદી, પરદાદી….. કે જેવા એકથી એક ચડીયાતા કિરદાર નિભાવે જાય છે એ પણ પોતાની હુંફથી.  કોઈને ફરિયાદ ના આવે એ રીતે પોતાનું અસ્થિત્વ કે વજુદનો પરિચય કરાવતા જીવનભેર ‘સ્ત્રી’ નામને ઉજળુ કરી બતાવે છે. 

મનીષા અરવિંદ દરજી  21/6/2015

6 thoughts on “સ્ત્રી

    navin said:
    June 22, 2016 at 2:48 am

    Supar

    Liked by 1 person

    krupali shah said:
    June 22, 2016 at 6:34 am

    Nicely described

    Liked by 1 person

    રાજેન્દ્ર જોશી 'રાજ' said:
    June 22, 2016 at 11:20 am

    સુંદર રજૂઆત સ્ત્રી પુરાણની ……. ગહન વિષય …. અબળા કે સબળા એ એક માનસિક સ્થિતિ થી વિશેષ કઈ નથી ….. સ્ત્રી પુરુષની સમોવડી જ છે ….

    Liked by 1 person

Leave a comment